મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાવળામાં એક વ્યક્તિ પોતાના જ ખેતરની ઓરડી પાસે મૃત અવસ્થામાં મળી આવ્યો, પોલીસ તપાસ શરુ

અમદાવાદમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બાવળાના કેસરડી ગામે શંકાસ્પદ હાલતમાં પુરુષનો મ

બાવળામાં એક વ્યક્તિ પોતાના જ ખેતરની ઓરડી પાસે મૃત અવસ્થામાં મળી આવ્યો, પોલીસ તપાસ શરુ

અમદાવાદમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બાવળાના કેસરડી ગામે શંકાસ્પદ હાલતમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. કેસરડી માધ્યમિક શાળાની પાછળના વિસ્તારમાં ખેતરની ઓરડીની બાજુમાં એક વ્યક્તિ મૃત હાલતમાં જોવા મળ્યો હતો જેને ગળાના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃતકની ઓળખ 40 વર્ષીય વિઠ્ઠલભાઈ દેવશીભાઈ રાઠોડ તરીકે થઈ હતી જેઓ કેસરડી ગામના રહેવાસી છે.

રાત્રિના સમયે મૃતક ઘરે પરત ન ફરતા પરિજનોએ શોધખોળ હાથ ધરી હતી. જ્યાં વિઠ્ઠલભાઈ ગંભીર ઈજાઓ સાથે તેમના ખેતરની ઓરડીની બાજુમાં મૃત મળી આવ્યા હતા. જેથી કેરાળા જીઆઇડીસી પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. આ મામલે અમદાવાદ એફએસીએલની મદદ પણ લેવામાં આવી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કેરાળા GIDC પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો