મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદમાં JCBમાં જાન લઈ જવું યુવકને પડયું ભારે, પોલીસે JCB કબજે કરી ફરિયાદ દાખલ કરી

સોશિયલ મીડિયામાં રીલ મારફતે લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે એવામાં દાહોદમાંથી એક વ

દાહોદમાં JCBમાં જાન લઈ જવું યુવકને પડયું ભારે, પોલીસે JCB કબજે કરી ફરિયાદ દાખલ કરી

સોશિયલ મીડિયામાં રીલ મારફતે લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે એવામાં દાહોદમાંથી એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. જેમાં એક યુવકે પોતાના લગ્નપ્રસંગમાં જેસીબી પર જાન લઈને ગયો હતો. બાદમાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને જેસીબીને ડીટેઈન કર્યું છે.

આ પણ વાંચો : રાજ્યમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ મામલે આવ્યા મોટા સમાચાર, સરકાર વતી હાઈકોર્ટમાં રિપોર્ટ કરાયો રજુ

દાહોદ જિલ્લામાં કાવડાના મુવાડા ગામે JCBમાં જાન લઈ જવું યુવકને ભારે પડયું હતું. સોશિયલ મીડિયા એપ્પ ઈસ્ટાગ્રામમાંથી રીલ જોઈને યુવકને JCBમાં જાન લઈ જવાનો વિચાર આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા દાખલ કરાયો BNS 281 મુજબ ગુનો દાખલ કર્યો હતો. તેમજ પોલીસ દ્વારા JCB કબજે કરી ડ્રાઇવર વિરુદ્ધ દાખલ કર્યો ગુનો દાખલ કર્યો હતો.

આ સમાચાર શેર કરો