મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: સગપણ તોડીને પ્રેમી સાથે યુવતી રફુચક્કર, મન:દુખ રાખી યુવાને યુવતીની કાકી પર કર્યો એસિડ હુમલો

રાજ્યના રાજકોટમાંથી સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે. રાજકોટના કુવાવડ પોલીસ મથક વિસ્તારમાં આ

રાજકોટ: સગપણ તોડીને પ્રેમી સાથે યુવતી રફુચક્કર, મન:દુખ રાખી યુવાને યુવતીની કાકી પર કર્યો એસિડ હુમલો

રાજ્યના રાજકોટમાંથી સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે. રાજકોટના કુવાવડ પોલીસ મથક વિસ્તારમાં આવતા સોખડા ગામમાં એસિડ એટેકની ઘટના સર્જાઈ છે. પ્રકાશ સરવૈયા નામના આરોપીએ મહિલા પર એસિડ ફેંકીને ફરાર થઈ ગયો છે. આ દુર્ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી.

આરોપીની મહિલાની ભત્રીજી સાથે સગાઈ થઈ

આરોપીની મહિલાની ભત્રીજી સાથે સગાઈ થઈ હતી. જોકે લગ્ન થાય તે પહેલાં જ યુવતી તેના પ્રેમી સાથે ભાગીને રફુચક્કર થઈ ગઈ હતી. પ્રેમી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. ત્યારે આ શખ્સે અદાવત રાખીને મહિલાને તેની ભત્રીજીનું એડ્રેસ પૂછવાના બહાને બોલાવી હતી. ત્યાં આવેશમાં આવીને એસિડ એટેક કર્યો હતો.

 કુવાડવા પોલીસે આરોપી પ્રકાશ સરવૈયા વિરૂદ્ધ ગુનો નોંધ્યો

સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. મામલાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. કુવાડવા પોલીસે આરોપી પ્રકાશ સરવૈયા વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જોકે હાલ આરોપી પોલીસ પકડથી દુર છે. પોલીસે BNS 124 ( 1 ) 333 મુજબ ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણ સમયથી કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી ઘટના વાંરવાર સર્જાતી રહે છે. 

આ સમાચાર શેર કરો