ભાવનગરમાં એક આધેડે મહાનગરપાલિકા કચેરીની અગાસી પરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
ગુજરાતભરમાં આત્મહત્યા કરવાનો સિલસિલો યથાવત રુપે જોવા મળી રહ્યો છે. રોજબરોજ સમગ્ર ગુજરાતમાંથી

ગુજરાતભરમાં આત્મહત્યા કરવાનો સિલસિલો યથાવત રુપે જોવા મળી રહ્યો છે. રોજબરોજ સમગ્ર ગુજરાતમાંથી આપઘાતના સમાચાર આવે છે એવામાં ભાવનગરમાંથી આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના બિલ્ડીંગ પરથી ચોથા માળેથી એક વ્યક્તિએ પડતું મૂકીને આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે.
મળતી વિગતો અનુસાર, ભાવનગર મહાનગરપાલિકા કચેરીના બિલ્ડીંગમાં ચોથા માળેથી એક આધેડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં શહેરના મેયર, સ્ટેડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દોડી આવ્યા હતા. જો કે, આ વ્યક્તિએ શા માટે મહાનગરપાલિકા કચેરીની અગાસી પરથી પડતું મૂકીને આપઘાત કર્યો તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી મળી રહી.



