મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગરમાં મંદિરની સામે રોડ ક્રોસ કરતા ટ્રકચાલકે અડફેટે લેતા વૃદ્ધનું મોત

છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એમ

ભાવનગરમાં મંદિરની સામે રોડ ક્રોસ કરતા ટ્રકચાલકે અડફેટે લેતા વૃદ્ધનું મોત

છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં બનાવો વધી રહ્યા છે. અકસ્માતોની ઘટનાઓ હવે જાણે સામાન્ય થઈ હોવું તેવું થઈ રહ્યું છે. આવી જ ઘટના ભાવનગરમાં બની હતી,. 

ભાવનગર-રાજકોટ હાઈ-વે પર ચિત્રા મસ્તરામ બાપાના મંદિર સામે રોડ ક્રોસ કરી રહેલા ભગવનભાઈ ચુડાસમા ઉ. 60 વર્ષના વૃદ્ધને ટ્રકચાલકે બેફિકરાયથી ટ્રક ચલાવી અડફેટે લીધા હતા, જેના કારણે વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું મોત નિપજ્યું હતું. બનાવને લઈને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો