બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સામે ફરિયાદ
બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રાજુભાઈ દીપસંગભાઈ ચૌહાણ સામે ગંભીર આરોપો સાથે કોર

બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રાજુભાઈ દીપસંગભાઈ ચૌહાણ સામે ગંભીર આરોપો સાથે કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. ગઢડા તાલુકાના લાખણકા ગામના લાલજીભાઈ શાંતિભાઈ કણબીએ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાજુભાઈ ચૌહાણે લાલજીભાઈની પત્નીને મૈત્રી કરાર કરવાની લાલચ આપી હતી. આ બહાને તેમણે મહિલા સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો.
ફરિયાદીએ પોતાના આરોપોને સમર્થન આપવા કોર્ટમાં કોલ રેકોર્ડિંગના પુરાવા પણ રજૂ કર્યા છે. લાલજીભાઇએ સરકાર પાસેથી ઝડપી ન્યાયની માંગણી કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. ઉલ્લેખનીય છે કે કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણ ભાજપના સદસ્ય છે. આ મામલે તેમની પ્રતિક્રિયા મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે, તેમણે કેમેરા સામે કે ટેલિફોન પર કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. હાલ આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.




