અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વ્યક્તિએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું
ગુજરાતભરમાંથી વ્યાજખોરોના સતત ત્રાસને કારણે અનેક લોકો આત્મહત્યાનું પગલું ઉઠાવતા હોય

ગુજરાતભરમાંથી વ્યાજખોરોના સતત ત્રાસને કારણે અનેક લોકો આત્મહત્યાનું પગલું ઉઠાવતા હોય છે. હજુ થોડાં સમય પહેલાં જ વડોદરા, સુરત અને સુરેન્દ્રનગરમાંથી આ પ્રકારની ઘટના સામે આવી હતી. એવામાં ફરી અમદાવાદમાંથી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસને કારણે એક ગરીબ વ્યક્તિએ એસિડ ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
અમદાવાદ શહેરમાં વટવા વિસ્તારમાં ત્રણ વ્યાજખોરોના લીધે ગરીબ વ્યક્તિએ એસિડ ગટગટાવી લીધું હતું. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકે આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટમાં વ્યાજખોરોના નામ સાથે ઉલ્લેખ કર્યો હતો. વટવા પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.




