સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો ત્રાસ, યુવકે ઝેરી દવા પી લઈ કરી આત્મહત્યા
in Surendranagar, youth commits suicide by poisonous medicine | સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. સુરેન્દ્રનગરના સડલા ગામે વ્યાજખોરોના આંતકના પગલે યુ

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. સુરેન્દ્રનગરના સડલા ગામે વ્યાજખોરોના આંતકના પગલે યુવકે આત્મહત્યા કરી લીધી છે. યુવકે ઝેરી દવા પી લઈ જીવન ટુકાવ્યું હતું. સડલાના યુવકે વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા. જેના પગલે યુવકે વ્યાજખોરોના ત્રાસથી જીવન ટુંકાવ્યું છે. હાલ યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લવાયો છે.
જણાવી દઈએ કે, સડલાના યુવકે વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા પરંતુ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે યુવક ત્રાસી ગયો હતો. 35 વર્ષીય યુવકના મોત બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. હાલમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.
જણાવી દઈએ કે પોલીસની કોઈ જાતના ડર વિના વ્યાજખોરો બેફામ બન્યા છે. વ્યાજખોરોનો આંતક સુરેન્દ્રનગર જિલ્લામાં યથાવત જોવા મળી રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી યુવકે પરિવારની ચિંતા કર્યા વિના મોતને વહાલું કર્યું હતું.






