કોંગ્રેસ નેતા શકીલ અહેમદના પુત્રે કરી આત્મહત્યા, સરકારી નિવાસમાં બની ઘટના
બિહારમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા શકીલ અહેમદ ખાનના પુત્રએ આત્મહત્યા કરી લીધી છે. તેમણે પટના સ્થિત ત

બિહારમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા શકીલ અહેમદ ખાનના પુત્રએ આત્મહત્યા કરી લીધી છે. તેમણે પટના સ્થિત તેમના સરકારી નિવાસસ્થાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. કોંગ્રેસ નેતાના 18 વર્ષીય પુત્રનું નામ અયાન હતું. તેણે તેના પિતાના ફ્લેટમાં આત્મહત્યા કરી. કદવા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય શકીલ ખાન હાલમાં બિહારની બહાર છે.
ધારાસભ્ય શકીલ અહેમદ ખાનનું સત્તાવાર નિવાસસ્થાન સચિવાલય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને FSL ટીમને બોલાવવામાં આવી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. ધારાસભ્યના પુત્રે આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી.
પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ઘટનાસ્થળે FSL ટીમને પણ બોલાવવામાં આવી છે.






