મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ધોળકા તાલુકામાં કોંગો ફિવરથી આધેડનું મોત, 900 લોકોનું કરાયું મેડિકલ ચેકઅપ

Ahmedabad news: ધોળકાના પીસાવાડા ગામે 'ક્રિમિઅન-કોંગો હેમોરહેજિક ફીવર' ના

Ahmedabad news: ધોળકા તાલુકામાં કોંગો ફિવરથી આધેડનું મોત, 900 લોકોનું કરાયું મેડિકલ ચેકઅપ

Ahmedabad news: ધોળકાના પીસાવાડા ગામે 'ક્રિમિઅન-કોંગો હેમોરહેજિક ફીવર' નામના ગંભીર રોગનો કેસ નોંધાયા બાદ દર્દીનું મોત નિપજતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. મોત બાદ જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકાની ટીમ તાત્કાલિક ધોરણે પીસાવાડા ગામે પહોંચી દવા છંટકાવની કામગીરી હાથ ધરી હતી.

36 જેટલા ઘરોમાં દવાનો છંટકાવ

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પીસાવાડા ગામે ભરવાડ વાસ વિસ્તારમાં  'ક્રિમિઅન-કોંગો હેમોરહેજિક ફીવર' એટલે કોંગો ફીવરથી 50 વર્ષીય આધેડ પશુપાલક રાઘુભાઈ કડવાભાઈ ભરવાડનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકાની ટીમ તાત્કાલિક ધોરણે પીસાવાડા ગામે પહોંચી 168 જેટલાં ઘરોની મુલાકાત લઈ 900 લોકોનું મેડિકલ ચેકઅપ કર્યું છે. જે ઘરે આ કેસ આવ્યો છે તેની આજુબાજુના 36 જેટલા ઘરોમાં દવાનો છંટકાવ અને 22 જેટલા પશુઓના વાડાઓમાં સ્વચ્છતા અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પશુઓમાં પણ આ રોગનો ફેલાવો અટકાવવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો