મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: ખેતરમાં કામ કરતી વખતે થ્રેસર મશીનમાં આવી જતા યુવકનું કમકમાટીભર્યું મોત

પાટણમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં એક યુવક ખેતરમાં કામ કરતી વખતે થ્રેસરના મશીનમ

પાટણ: ખેતરમાં કામ કરતી વખતે થ્રેસર મશીનમાં આવી જતા યુવકનું કમકમાટીભર્યું મોત

પાટણમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં એક યુવક ખેતરમાં કામ કરતી વખતે થ્રેસરના મશીનમાં આવી જતાં યુવકનું કરુણ મોત નિપજ્યું છે. પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં હદય કંપી જાય તેવી ઘટના બની છે. 18 વર્ષીય ખેડૂત પુત્ર થ્રેસર મશીનમાં આવી જતા સગીરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

ખેતરમાં કામ કરતી વખતે અશોક ગોવિંદભાઈ આહીર નામના યુવકનું થ્રેસરમાં આવી જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. બપોરના 3 વાગ્યાના સમય દરમિયાન ખેતરમાં આ ઘટના બની હતી. યુવક મામાના ખેતરમાં ધાણા કઢાવવાનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન યુવક અચાનક થ્રેસરમાં આવી જતા તેનું મૃત્યુ થયું હતું. જવાનજોધ યુવકના મૃત્યુને પગલે પરિવાર સહિત ગામમાં માતમ છવાયો છે.

આ સમાચાર શેર કરો