ARAVALLI / બાયડની વાત્રક નદીમાં તણાતા પુરુષને બચાવવા જતા અન્ય પુરુષનો મૃતદેહ મળી આવ્યો
Aravalli News : અરવલ્લી જિલ્લાના બાયડમાંથી વહેતી વાત્રક નદીમાં તણાઈ રહેલા એક પુરુષને બચાવવા જતા અન્ય એક પુરુષનો મૃતદ

Aravalli News : અરવલ્લી જિલ્લાના બાયડમાંથી વહેતી વાત્રક નદીમાં તણાઈ રહેલા એક પુરુષને બચાવવા જતા અન્ય એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ પુરુષ ત્રણ દિવસ પહેલા વાત્રક નદીમાં તણાયો હતો.
બાયડના આલાણા નજીક વાત્રક નદીના કોઝવે પરથી પાણીના ધસમસતા પ્રવાહમાં એક નશો કરેલો આકોડિયા ગામનો યુવક તણાયો હતો. NDRF અને મોડાસાની ફાયરની ટીમે ભારે જહેમત બાદ પાણીના પ્રવહમાંથી આ શખ્સનું રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો.
જો કે આ દરમિયાન મોડાસા ફાયરની ટીમને ઝાંઝરી ધોધમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ ત્રણ દિવસ પહેલા તણાયેલા પુરુષનો હોવાનું સામે આવ્યું હતું.






