મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: કામરેજમાં બે દેશી કટ્ટા સાથે શખ્સ ઝડપાયા, પોલીસે શરૂ કરી તપાસ

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરતના કામરેજના કેન્ડલવુડથી

Surat news: કામરેજમાં બે દેશી કટ્ટા સાથે શખ્સ ઝડપાયા, પોલીસે શરૂ કરી તપાસ

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  સુરતના કામરેજના કેન્ડલવુડથી ઉધોગનગર તરફ જવાના સર્વિસ રોડ પરથી પોલીસે મહેશ ચીમન પરમાર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 2 દેશી કટ્ટા, 2 કાર્ટુસ, બુલેટ, મોપેડ, મોબાઈલ અને રોકડ સહિત કુલ 62 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.આ ઘટનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. કામરેજ પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો