મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: 22 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ, SOGએ સમગ્ર જથ્થો કર્યો જપ્ત

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વિવિધ શહેરોમાંથી હાઈબ્રિડ ગાંજો ઝડપાઈ રહ્યો છે, અમદાવાદ, વલસાડ પછી હવે વડોદ

વડોદરા: 22 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ, SOGએ સમગ્ર જથ્થો કર્યો જપ્ત

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી  વિવિધ શહેરોમાંથી હાઈબ્રિડ ગાંજો ઝડપાઈ રહ્યો છે, અમદાવાદ, વલસાડ પછી હવે વડોદરામાંથી ગાંજો ઝડપાયો છે. વડોદરા શહેરમાંથી  વિદેશી હાઇબ્રીડ ગાંજાનો જથ્થા સાથે આદીબ નામના યુવકને  SOGએ ઝડપી પાડ્યો છે, પોલીસે 22 લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે, અંદાજીત 734 ગ્રામ છે.

બે વખત માદક પાદર્થનું વેચાણ કરાવાના ગુનામાં પકડાયેલા શખ્સનો પુત્ર વેચતો હતો

તપાસમાં એ સામે આવ્યું છે કે અગાઉ બે વખત માદક પાદર્થનું વેચાણ કરાવાના ગુનામાં પકડાયેલા શખ્સનો 20 વર્ષીય પુત્ર આ હાઇબ્રીડ ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે ડાર્કવેબથી મગાવાતો ગાંજો સુરતથી લાવ્યા હોવાની આરોપીએ કબૂલાત કરી છે.

આ પણ વાંચો: જો છેતરપિંડીથી બચવું હોય તો ચીટિંગના આ 4 કિસ્સા વાંચજો, તમે પણ માથું ખંજવાળતા થઈ જશો!

અબ્દુલ ઇબ્રાહિમ પટેલ વોન્ટેડ જાહેર

પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ગાંજો કોણ ખરીદવાનું હતું.  પોલીસે આ મામલે અબ્દુલ ઇબ્રાહિમ પટેલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો