VIDEO: હાર્ટ એટેક આવતા ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના મામલતદારનું થયું આકસ્મિક નિધન
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના મામલતદાર શૈલેષભાઇ પ્રજાપતિનું હાર્ટ એટેક

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના મામલતદાર શૈલેષભાઇ પ્રજાપતિનું હાર્ટ એટેક આવતા આકસ્મિક નિધન થયું છે. સવારે ઘરેથી નીકળતી વખતે તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. એક ફરજનિષ્ઠ અધિકારીના અકાળે અવસાનથી ગોવિંદ ગુરુ લીંબડી તાલુકા કચેરી સહિત સમગ્ર મહેસૂલ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.




