મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'એલાઉન્સમાં વધારો કરી માત્ર પગાર વધારવાનો દેખાવ કરવો એ કર્મચારીનું શોષણ'- હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે ખાસ મામલે મહત્ત્વનું અવલોકન

'એલાઉન્સમાં વધારો કરી માત્ર પગાર વધારવાનો દેખાવ કરવો એ કર્મચારીનું શોષણ'- હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે ખાસ મામલે મહત્ત્વનું અવલોકન કર્યું છે.  સરકારી કે ખાનગી સંસ્થાઓમાં અપાતા પગાર મુદ્દે હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે. બેઝિક પગારમાં વધારો કર્યા સિવાય અપાતા એલાઉન્સ એ શોષણ સમાન છે, તેવી હાઈકોર્ટે ટકોર કરી છે.  એલાઉન્સમાં વધારો કરી માત્ર પગાર વધારવાનો દેખાવ કરવો એ કર્મચારીનું શોષણ છે.

તમામ એલાઉન્સિસ એ એમ્પ્લોયર તરફથી માત્ર દેખાવ

બેઝિક પગાર વધારે આ સિવાય આ પાતા તમામ એલાઉન્સિસ એ એમ્પ્લોયર તરફથી માત્ર દેખાવ છે.કર્મચારીને તેનો હક નહીં આપવા માટે હાઉસ રેન્ટ, એલાઉન્સ સ્પેશિયલ એલાઉન્સ જેવા વિવિધ મથાળાઓ હેઠળ અપાતા નાણા વિવાદનો વિષય છે.

આ પણ વાંચો: વડોદરા: પતંગના દોરાથી ગળું કપાતા એકનું મોત, લોહીથી લથપથ હાલતમાં યુવાનને ખસેડ્યો હતો સારવાર અર્થે

કર્મચારીઓને તેમના હકથી વંચિત રાખી શકાય નહિ

તડજોડથી કરેલા સમાધાનથી કર્મચારીઓને તેમના હકથી વંચિત રાખી શકાય નહિ.આગામી સમયમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો