સભ્યો બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ ના થતા હવે ભાજપ સ્કૂલ-કોલેજના સહારે, ધારાસભ્ય માટે કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓને ભેગા કરતા વિવાદ
ગુજરાતમાં હાલ ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ચલાવી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં ભાજપ આ અભિયાન ચલાવી રહ્યું છ

ગુજરાતમાં હાલ ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ચલાવી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં ભાજપ આ અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ ભાજપ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.
વિદ્યાર્થીઓને એકઠા કર્યાનો આક્ષેપ
રાજકોટમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. પડધરીની સરકારી કોલેજના પ્રિન્સિપાલે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા માટે વિદ્યાર્થીઓને એકઠા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવાનો આરોપ
પડઘરીની કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વિધાર્થીઓ પાસે ફરજીયાત રૂપે ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અભિયાન પડધરી ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની હાજરીમાં શરૂ થયું હતું.






