VIDEO: મુખ્યમંત્રી સીટી બસ સેવા હેઠળ દોડતી બસોમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, પોલીસ-તંત્રની મિલીભગતની આશંકા
સુરેન્દ્રનગર શહેરમાં મ


સુરેન્દ્રનગર શહેરમાં મુખ્યમંત્રી સીટી બસ સેવા હેઠળ દોડતી બસોમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. છેલ્લા 24 મહિનાથી 8 જેટલી સીટી બસો રજીસ્ટ્રેશન, નંબર પ્લેટ, પાર્સિંગ કે વીમા વગર જ રસ્તા પર દોડી રહી છે. આટલી ગંભીર લાપરવાહી છતાં સરકાર દ્વારા કિલોમીટર દીઠ ભાડાની ચૂકવણી કરવામાં આવી રહી છે, જે આશ્ચર્યજનક છે.
આ મામલે પોલીસ અને તંત્રની મિલીભગતની આશંકા વચ્ચે અકસ્માત સમયે જવાબદારી કોની તેવો સવાલ ઉઠ્યો છે. આખરે મેયરે તપાસના આદેશ આપી સીટી બસો બંધ કરાવવા સૂચના આપી છે. સ્થાનિકોએ આ સમગ્ર કૌભાંડની ઊંડી તપાસની માંગ કરી છે.




