અમદાવાદમાં વેબ સાઈટ હેક કરી ઠગાઈ કરતા આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો
અમદાવાદમાં વેબ સાઈટ હેક કરી ઠગાઈ કરતા આરોપીઓની પૂછપરછમાં ખુલાસો સામે આવ્ય

અમદાવાદમાં વેબ સાઈટ હેક કરી ઠગાઈ કરતા આરોપીઓની પૂછપરછમાં ખુલાસો સામે આવ્યો છે. જેમાં આરોપી વિજય મોટાપાયે ઓનલાઇન જુગાર રમવાની ટેવ ધરાવતો હતો અને તેણે કરોડો રૂપિયાનો ઓન લાઇન જુગાર રમ્યો હતો. ઓનલાઈન જુગાર રમતા લોકોના ટ્રાન્ઝેક્શનના યુટીઆર કોડ મેળવતો. જેમાં બેંક કર્મચારીને 3 થી 10% કમિશનની લાલચ આપી યુટીઆર કોડ મેળવતો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં ઈ-કોમર્સ સાઈટને હેક કરી કિંમતમાં છેડછાડ કરી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ
આ મામલે એક્સિસ બેંકના ફોરેન ચેસ્ટ કરન્સીના ડેપ્યુટી મેનેજરની પૂછપરછ થઈ રહી છે. બેંકના કર્મચારીને અત્યાર સુધીમાં 6 લાખ રૂપિયા આરોપીએ આપ્યા હતા. આરોપીઓએ વેબ સાઈટ હેક કરી અનેક ચાઇનીઝ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ મંગાવી હતી. આ વસ્તુઓનો ગુનાહિત ઇતિહાસમાં કોઈ ઉપયોગ થયો કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. વિજય નામનો આરોપી આ સમગ્ર કાંડનો માસ્ટર માઈન્ડ છે. જે યુ ટી આર કોડથી નંબર મેળવી રૂપિયા મેળવી ઓનલાઇન જુગાર રમતો હતો.




