Aravalli: પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર, 97 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી
કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) દ્વારા એક મહત્

કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) દ્વારા એક મહત્ત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ વહીવટી કારણોસર જિલ્લામાં ફરજ બજાવતા કુલ 97 પોલીસ કર્મચારીઓની સાગમટે આંતરિક બદલીના આદેશો કર્યા છે.
આ બદલીઓ દ્વારા જિલ્લામાં પોલીસ વ્યવસ્થાને વધુ સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવાનો હેતુ છે. પોલીસ અધિક્ષક દ્વારા કરાયેલા આ મોટા પાયાના બદલીના હુકમને કારણે પોલીસ બેડામાં ફેરબદલ જોવા મળી રહ્યો છે.




