ગુજરાત પોલીસ બેડામાં મોટાપાયે ફેરફારો 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી પોલીસ બેડામાં મોટાપાયે ફેરફા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર અને જાહેર હિતમાં મોટા પાયે બદલીઓનો દોર શરૂ થયો છે. રાજ્યના ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DG & IG)ની કચેરી દ્વારા હાલમાં ત્રણ અલગ-અલગ આદેશો બહાર પાડીને કુલ 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.




