છારા ગેંગનો મુખ્ય સુત્રધાર પાકિસ્તાનના આતંકી સંગઠન સાથે હતો સંપર્કમાં, સુરતથી અબ્દુલ શેખ રીતે ઝડપાયો
જૈશ એ મોહમદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અ

જૈશ એ મોહમદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અગાઉ ઝડપાયેલા એટીએસના હાથે ઝડપાયેલા અને સુરત તેમજ વડોદરામાં રોકડ ભરેલી થેલીની ચીલઝડપ અને ચેઈન સ્નેચીંગના ચાર ગુનામાં વોન્ટેડ અમદાવાદના કાપડ વેપારીને ક્રાઈમ બ્રાન્ચે નાનપુરા ખાતેથી ઝડપી લીધો હતો.છારા ગેંગનો સૂત્રધાર તેના ત્રણ સાગરીતો સાથે બે બાઈક ઉપર અમદાવાદથી સુરત અને વડોદરા આવી ગુનાને અંજામ આપતો હતો.
ચીલઝડપ કરી ગુનાને અંજામ આપ્યો
સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નાનપુરા એસબીઆઈ બેંકની સામેથી છારા ગેંગનો મુખ્ય સૂત્રધાર કાપડ વેપારી આરોપી અબ્દુલ ઉર્ફે પીરઅલી મોહમદ સાકીર શેખને ઝડપી પડ્યો હતો. અબ્દુલ શેખએ સુરતના ડીંડોલી અને ઉમરા વિસ્તારમાંથી કુલ ૯.૮૯ લાખ ભરેલ બે અલગ-અલગ રોકડ ભરેલ બેગની ચીલઝડપ કરી ગુનાને અંજામ આપ્યો હતો.
રાજ્યભરમાં ગુના આચર્યા
જે ગુનામાં હાલ વોન્ટેડ જાહેર હતો. અને વડોદરામાં પણ બે ગુનાઓમાં હાલ વોન્ટેડ છે. અબ્દુલ શેખ તેના અન્ય ત્રણ સાગરીતો સાથે સુરત શહેર તેમજ વડોદરા શહેર વિસ્તારમાં ચોરી કરવા માટે ૦૨ બાઈક ઉપર આવી તે બઈકમાં નંબર પ્લેટ ખોટી લગાડીને શહેર વિસ્તારોમા રેકી કરી રોડ પર જતા રાહદારીઓના ચેન સ્નેચીંગ તેમજ બેગ લીફ્ટીંગના ગુનાઓ આચરતા હતા. ભૂતકાળમાં આરોપી અબ્દુલ શેખ વિરુદ્ધ વર્ષ ૨૦૦૨માં અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં રમખાણો દરમિયાન ગુનો નોંધાયો હતો. તેમાં પકડાયો હતો. તથા વર્ષ ૨૦૦૬માં એટીએસ અમદાવાદમાં પાકિસ્તાનમાં રહેતા જૈશ એ મોહમ્મદ સાથે સંપર્કમાં રહીને ભારત દેશ વિરોધી પ્રવૃતિમાં સંડોવાયેલ હોવાનો ગુનો નોંધાયો હતો. તથા અમદાવાદમાં અલગ-અલગ ચાર ગુના નોંધાયા હતા. તેમજ જૂનાગઢ અને ભુજમાં મળી કુલ ત્રણવાર પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી.








