Video: મહિસાગર SP શફીદ હસનની અનોખી પહેલ, રાઠડા બેટના આદિવાસી પરિવારો સાથે કરી દિવાળીની ઉજવણી

સોર્સ: gstv

મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શફીદ હસન દ્વારા દિવાળીના પર્વને યાદગાર બનાવવાની અનોખી પહેલ કરવામાં આવી હતી. કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા રાઠડા બેટ ખાતે આદિવાસી બાળકો અને તેમના પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકે બાળકો સાથે તહેવારની ખુશીઓ વહેંચી હતી અને તેમના પરિવારો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. અંતરિયાળ વિસ્તારના લોકો સાથે સમય વિતાવી સાદગીભરી ખુશીઓની વહેંચણી કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકની આ અનોખી પહેલથી આદિવાસી બાળકો અને પરિવારો માટે દિવાળીનો પર્વ વધુ યાદગાર બન્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત