Video: ગુજરાત યુનિવર્સિટીમાં નવનિયુક્ત કુલપતિ પૃથુલ દેસાઈએ ચાર્જ સંભાળ્યો, દિવાળીના પર્વે ગ્રહણ પદભાર કર્યો

પદભાર ગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત કુલપતિ પૃથુલ દેસાઈએ જણાવ્યું હતું કે નેશનલ રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટીનું સ્થાન વધુ મજબૂત બનાવવું એ અમારો મુખ્ય લક્ષ્યાંક રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને સમયસર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવી, નિયત સમયે પરીક્ષાઓ યોજવી અને સમયસર પરિણામો જાહેર કરવાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે. યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તા અને પારદર્શક વહીવટને વેગ આપવા માટે આગામી સમયમાં વિશેષ આયોજનો કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે.
જાહેરાત







