'મહાભારતનું યુદ્ધ થયું નથી, આ એક દંતકથા, પ્રસંગ હોઈ શકે', જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક વિડિયો વાયરલ
વીરપુરના જલારામ બાપા વિષે મનઘડત વાતો ઊભી કરીને જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા ઉચ્ચારણો સામે સમસ્ત
વીરપુરના જલારામ બાપા વિષે મનઘડત વાતો ઊભી કરીને જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા ઉચ્ચારણો સામે સમસ્ત હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી છે અને સ્વામીએ આ ઉચ્ચારણો બદલ માફી માંગી છે. આ દરમિયાન જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક વિવાદિત વીડિયો સોશિયલ માડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે મહાભારતને અંગે કહી રહ્યા છે કે, 'મહાભારતનું યુદ્ધ થયું નથી. મહાભારતને તેઓ એક કાલ્પનિક કથા કે દંતકથા છે.'
સનાતનીઓમાં ભારે રોષ ફેલાયો
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામીના વધુ એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જેમાં તે મહાભારતને લઈને ટિપ્પણી કરતા કહે કે, 'મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારા માનવામાં આવતું નથી, હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય! હા એ કથા, દંતકથા કે પ્રસંગ કથા હોઈ શકે, કે કોઈ લેખકે લખેલી હોય.' આ વાઈરલ વીડિયોને લઈને સનાતનીઓમાં ભારે રોષ ફેલાયો છે. વ્યાસપીઠ પરથી સ્વામી આવી અજ્ઞાનની વાતો કરી રહ્યાં છે, જેના કારણે અસંખ્ય હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જલારામ બાપા વિશે ટિપ્પણી કરી હતી
ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે, 'જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતા. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતા કે, સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.'
જ્ઞાનપ્રકાશ સ્વામીના આ નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષ ભભુક્યો છે. આ વીડિયો વાઈરલ થતાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જો કે, વિવાદ વકરતાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ અન્ય એક વીડિયો શેર કરી માફી માંગી છે.





