મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રેવ પાર્ટી પર રેડ બાદ મગદલ્લા મિની થાઈલેન્ડ બન્યાનું આવ્યું સામે, ઘરે-ઘરે તપાસ થતા 30 સામે નોંધાયો ગુનો

સુરતના મગદલ્લા વિસ્તારમાં રેવ પાર્ટી પર રવિવારની રાત્રે રેડ થઈ હતી. જેમાંથી 14 વ્યક્તિઓને ઝડપી લ

સુરતમાં રેવ પાર્ટી પર રેડ બાદ મગદલ્લા મિની થાઈલેન્ડ બન્યાનું આવ્યું સામે, ઘરે-ઘરે તપાસ થતા 30 સામે નોંધાયો ગુનો

સુરતના મગદલ્લા વિસ્તારમાં રેવ પાર્ટી પર રવિવારની રાત્રે રેડ થઈ હતી. જેમાંથી 14 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવી હતી. મગદલ્લા મિની થાઈલેન્ડના નામે બદનામ થઈ રહ્યું હોવાથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા ઘરે ઘરે રેડ કરવામાં આવી હતી.જેમાં સ્પા ગર્લ તરીકે કામ કરતી થાઈ ગર્લ વિષે પોલીસને જાણ કર્યા વગર જ મકાન ભાડે આપી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી 30 જેટલા ગુના નોંધીને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

10માંથી 1 થાઈ ભાડુઆત

સ્થાનિકોએ કહ્યું કે, મગદલ્લા જાણે મિની થાઇલેન્ડ બની ગયું છે. લગભગ દર 10 ઘરે 1 ભાડુઆત થાઇ ગર્લ છે. ઊંચા ભાડાની લાલચમાં ઘણા લોકો થાઈલેન્ડની યુવતીઓને મકાન ભાડે આપી દે છે. ભૂતકાળમાં થાઈ યુવતીની તેની સાથી યુવતીએ હત્યા કરી હતી. હવે વેસુ, પીપલોદમાં પણ વિદેશી યુવતીઓ ભાડે રહી અનૈતિક સંબંધો બાંધી રહી હોવાની વાત છે. જેથી પોલીસે જાહેરનામા ભંગના ગુના દાખલ કર્યા છે.

નંબર સેવ કરવામાં વપરાતા કોડ

મગદલ્લામાં સ્પા ગર્લ સાથે લિવ-ઈનમાં રહેતા અમિત યાદવે બર્થ ડેમાં રેવ પાર્ટી કરી હતી. સ્પા ગર્લને બોલાવી રવિવારે રાત્રે ડ્રગ્સ, ગાંજો અને દારૂની મહેફીલ માણી હતી. આ પાર્ટીમાં અમિતે માફિયા સંદીપ પાસેથી 33 હજારમાં ગુલાબી રંગનું MD ખરીદ્યું હતું, જ્યારે હાઇબ્રીડ ગાંજો 800 રૂપિયામાં અયાઝ પટેલ પાસેથી અને 13 હજારમાં સફેદ રંગનું MD પ્રતિક પટેલ પાસેથી ખરીદ્યું હતું. પોલીસે અમિતનો ફોન ચેક કર્યો તો સંદીપનો નંબર ઈમ્પોર્ટન્ટ મેડિસીનના નામે સેવ કર્યો હતો. તેવી જ રીતે અયાઝનો MD ઈમ્પોર્ટન્ટ સીરપના નામથી અને પ્રતિકનો રોસા ફેન્ડ-3 નામથી સેવ કર્યો હતો. અમિત માફિયા સાથે વોટસએપ પર વાત કરતો હતો. હાલમાં સંદીપ, પ્રતિક રોસા અને અયાઝ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી છે.

આ સમાચાર શેર કરો