મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત સરકારની બેધારી નીતિથી મધ્યપ્રદેશને ફાયદો, રંગોળીના કલર બનાવતા ડોલોમાઈટ ઉદ્યોગમાં દિવાળીએ અંધકાર!

દિવાળીના પર્વમાં દરેક ઘરે રંગોળી બનાવાતી હોય છે. ત્યારે રંગોળીના કલર બનાવનારો ગુજરાતનો

ગુજરાત સરકારની બેધારી નીતિથી મધ્યપ્રદેશને ફાયદો, રંગોળીના કલર બનાવતા ડોલોમાઈટ ઉદ્યોગમાં દિવાળીએ અંધકાર!

દિવાળીના પર્વમાં દરેક ઘરે રંગોળી બનાવાતી હોય છે. ત્યારે રંગોળીના કલર બનાવનારો ગુજરાતનો ડોલોમાઈટ ઉદ્યોગો મંદીના વમળમાં ફસાયો છે. સરકારની બેધારી નીતિના કારણે ડોલોમાઈટ ઉદ્યોગ મરણ પથારીએ છે. છોટાઉદેપુરના ડોલોમાઈટ ઉદ્યોગમાં સરકારના રોયલ્ટીના નિયમોના કારણે મધ્યપ્રદેશ રાજ્યને ફાયદો થઈ રહ્યોછે. છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશમાં ડોલોમાઈટના પથ્થરો ઉપર રોયલ્ટી ન લાગતી હોવાથી ત્યાંના કારખાનાઓને ફાયદો થઈ રહ્યો છે.

શ્રમિકોની રોજગારીને અસર 

છોટાઉદેપુરમાં ડોલોમાઇટ પાવડરનો ઉદ્યોગ આવેલો છે. ડોલોમાઇટ પાવડરને કલર આપી રંગોળી બનાવવામાં આવે છે. દિવાળી દરમિયાન ઘરના આંગણ સુશોભિત કરતી રંગોળીના વેપાર છેલ્લા કેટલાક વર્ષોથી મંદીમાં ચાલે છે. જેથી ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ભારે નુકસાન ભોગવવું પડે છે. બીજી તરફ ખાણમાં કામ કરનારા શ્રમિકોની રોજગારીને લઈને અસર પડી રહી છે. ડોલોમાઇટ મિનરલ એસોશિએશનના ઉપપ્રમુખના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર નજીક મધ્યપ્રદેશમાં ઓવરલોડ અને ખાણ ખનીજ વિભાગના નિયમો હળવા હોવાના કારણે તેઓ ઓવરલોડ વાહનો ભરે છે. જેથી તેઓનો ભાવ ઓછો હોય છે.

કડક કાયદાથી નુકસાન

ગુજરાતના કડક કાયદા અહીંના ઉદ્યોગકારોને નુકસાન પહોચાડી રહ્યું છે. જેથી સરકાર આના ઉપર કોઈ પગલા ભરે તો ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને નુકશાન ભોગવવું ન પડે . હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં 30 હજારથી વધુ મજૂરો ખાણમાં અને ડોલોમાઈટના કારખાનામાં મજૂરી કામ કરે છે. જયારે દિવસે દિવસે છોટાઉદેપુરના ડોલોમાઈટનો ધંધો મધ્યપ્રદેશના વેપારીઓ લઇ જઈ રહ્યા છે. મધ્યપ્રદેશની સરકાર ડોલોમાઈટના કારખાનાઓને પ્રોત્સાહન આપે છે. જયારે ગુજરાતના છેવાડાના છોટાઉદેપુરના ડોલોમાઈટના કારખાનાના માલિકોને સરકારના કડક નિયમોથી અને આકરા નિયમોથી નુકસાન થઇ રહ્યું છે.

આ સમાચાર શેર કરો