Amreli news: ટ્રકની ઓવરટેક કરવા જતાં લકઝરી બસ ખાડામાં ખાબકી, તમામ મુસાફરોનો આબાદ બચાવ
અમરેલીના ઇશ્વરીયા વરસડા ગામ નજીક ખાનગી લકઝરી બસ ખાડામાં ખાબકી હતી.

અમરેલીના ઇશ્વરીયા વરસડા ગામ નજીક ખાનગી લકઝરી બસ ખાડામાં ખાબકી હતી.બસ ચાલક ટ્રકની ઓવરટેક કરવા જતાં રોડ સાઈડ પર ખાડામાં ખાબકી હતી. સદ્નસીબે આ અકસ્માતમાં જાનહાનિ થઈ નહોતી.
ટ્રકની ઓવરટેક કરવા જતાં બસને નડ્યો અકસ્માત
અમરેલીના ઇશ્વરીયા વરસડા ગામ નજીક અકસ્માત સર્જાયો છે, જેમાં લાઠી સ્ટેટ હાઇવે પર ખાનગી બસ ખાડામાં ખાબકી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. કેટલાક લોકોને સામાન્ય ઈજા થઈ હતી જેમને સારવાર આપવામાં આવી છે. આ બસ સુરતની હોવાનું જણાયું છે. બસ ચાલક ટ્રકની ઓવરટેક કરવા જતાં રોડ સાઈડ પર ખાડામાં ખાબકી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા. ઘટના બાદ સુરત બસના મુસાફરોને અન્ય બસમાં શિફ્ટ કરી રવાના કરાયા હતા.




