VIDEO : બોટાદમાં ઢસાની શંકરપરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરનાર લંપટ શિક્ષકની અટકાયત
બોડાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ખાતે શિક્ષકજગતને કલંકિત કરતો કિસ્સો સામે આ

બોડાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ખાતે શિક્ષકજગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. ઢસાની શંકરપરા પ્રાથમિક શાળામાં શિક્ષક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાની આનંદકુમાર વીડિયોમાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરી રહ્યો છે. આ મામલે વિદ્યાર્થિનીના વાલીએ ઢસા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લંપટ શિક્ષકની અટકાયત
લંપટ શિક્ષક આનંદ કુમાર દિનકરરાય જાનીની પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસે લંપટ શિક્ષકને ભાવનગરથી ઝડપી લીધો અને આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
મહિલાઓએ ચક્કાજામ કર્યો
ઢસા ગામની શંકરપરા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિધાર્થિનીની છેડતી મામલે મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો.. ધોરણ-8માં અભ્યાસ કરતીવિદ્યાર્થિની સાથે શાળાના શિક્ષકે અડપલાં કર્યા હતા. ઘટના બાદ શિક્ષકે પીડિતાને ભવિષ્ય બગાડી દેવાની ધમકી આપી હતી. આરોપીને પોલીસે હાજર ન કર્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો હતો.








