મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar news: ગાયોમાં ફરી ફેલાયો લમ્પી વાઇરસ, મનપાએ સારવાર ઉપલબ્ધ ન હોવાનું કહેતા ગૌરક્ષકોમાં રોષ

જામનગરમાં ગાયોમાં ફેલાતા રોગ ફરી લંપી વાઈરસે ફરી દેખા દેતા પશુપાલકોમાં ફફડાટ ફેલ

Jamnagar news: ગાયોમાં ફરી ફેલાયો લમ્પી વાઇરસ, મનપાએ સારવાર ઉપલબ્ધ ન હોવાનું કહેતા ગૌરક્ષકોમાં રોષ

જામનગરમાં ગાયોમાં ફેલાતા રોગ ફરી લંપી વાઈરસે ફરી દેખા દેતા પશુપાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મનપાએ લંપીગ્રસ્ત ગાયોને ઢોરના ડબ્બામાં સ્વીકારવાનો ઈનકાર કરી દેતા ગૌરક્ષકોએ લાલ બંગલા સર્કલ પાસે વિરોધ નોંધાવ્યો હતો.

લંપીગ્રસ્ત ગાયોને ઢોરના ડબ્બામાં સ્વીકારવાનો ઈનકાર 

જામનગરમાં લંપી વાયરસના પગ પેસારો થતા પશુપાલકોમાં ચિંતા વધી છે. ગૌપ્રેમીઓનું કહેવું છે કે, લંપીગ્રસ્ત ગાયોને કોર્પોરેશન દ્વારા ઢોરના ડબ્બામાં સ્વીકારવાનો ઈનકાર થઈ રહ્યો છે, જેને લઈને ગૌરક્ષકોએ લાલ બંગલા સર્કલ પાસે વિરોધ નોંધાવ્યો હતો. હાલની સ્થિતિએ લંપીગ્રસ્ત ગાયો માટે મહાનગરપાલિકા પાસે કોઈ ચોક્કસ વ્યવસ્થાઓ ઉપલબ્ધ ન હોવાનું ખુદ સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીએ સ્વિકાર્યું છે. પશુપાલકોની માગ છે કે લંપીગ્રસ્ત ગાયો માટે કોર્પોરેશન દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. કેમકે ભૂતકાળમાં આ પ્રકારની બેદરકારીને કારણે જ ગાયોમાં લંપી વાઇરસ ફેલાયો હતો અને અસંખ્ય ગાયોના મોત થયા હતા.

આ સમાચાર શેર કરો