Mahesana news: પ્રેમી પંખીડાએ ફાંસો ખાધો; દોરડું તૂટી જતાં યુવક બચ્યો, યુવતીનું મોત
મહેસાણા જિલ્લામાં વધુ એક પ્રેમી પંખીડાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ફાંસો ખાત

મહેસાણા જિલ્લામાં વધુ એક પ્રેમી પંખીડાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ફાંસો ખાતી વખતે દોરડું તૂટી જતાં યુવકનો જીવ બચી ગયો છે જ્યારે યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું છે.
મહેસાણા જિલ્લાના ધોળાસણ ગામમાં વધુ એક પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી છે. પ્રેમીપંખીડાએ ગામની સીમમાં આવેલા ચરામાં બાવળના ઝાડ ઉપર લટકીને ગળે ફાંસો ખાધો ત્યારે દોરડું તૂટી જતાં યુવક બચી ગયો અને યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. યુવતી નુગર ગામની જ્યારે યુવક ધોળાસણ ગામનો રહેવાસી છે. આ ઘટના બાદ બચી ગયેલો યુવક લાંઘણજ પોલીસ મથકમાં હાજર થયો હતો. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.




