રાજકોટમાં લવ જેહાદ : પરણિત મુસ્લિમ યુવકે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ
રાજકોટમાં લવજેહાદનો કેસ સામે આવ્યો છે, જેમાં એક પરણિત મુસ્લિમ યુવકે 15 વર્ષની સગીરાને પ્

રાજકોટમાં લવજેહાદનો કેસ સામે આવ્યો છે, જેમાં એક પરણિત મુસ્લિમ યુવકે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું છે. સગીરાના પરિવારજનોએ મુસ્લિમ યુવકે તેમની પુત્રી પર વશીકરણ અને દુષ્કર્મ કર્યાની આશંકા વ્યક્ત કરી છે.
ઈલિયાસ નામનો મુસ્લિમ યુવક બે પરણિત છે અને બે સંતાનોનો પિતા છે. આમ છતાં તેણે માણાવદરની 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું છે. પરિવારજનોની ફરિયાદ છે કે તેમની પુત્રી તેમનું કહ્યું માનતી નથી જેથી કરીને યુવકે તેના પર વશીકરણ કર્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : યુવકે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ ને મિત્ર કરતો રૂમની રખવાળી, બદનામીના ડરે યુવતીએ કર્યો આપઘાત
સગીરાના પરિવારજનોએ કહ્યું કે આરોપી મુસ્લિમ યુવક બે સંતાનનો પિતા છે અને તેની પત્ની હિન્દૂ છે. બે મહિના પહેલા પણ તેણે સગીરાનું અપહરણ કર્યું હતું.
સગીરાના પરિવારજનોએ માણાવદર પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ યુવક સામે ફરિયાદ નોંધાવી છે, સાથે જ સરકાર અને હિન્દૂ સંગઠનો પાસે સગીરાને છોડાવવા માટે મદદ માંગી છે.
આ સમગ્ર ઘટનામાં સગીરાના પરિવારજનોએ માણાવદર પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે પોલીસ પાસે આ મુસ્લિમ યુવકનું લોકેશન હોવા છતાં તેને પકડી નથી રહી.








