VIDEO: અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર, દર્શન માટે લાંબી લાંબી કતારો જોવા મળી
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માગશર સુદ પૂનમ નિમિત્તે વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હ
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માગશર સુદ પૂનમ નિમિત્તે વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવ્યા હતા, જેના કારણે મંદિરમાં દર્શન માટે લાંબી લાંબી કતારો જોવા મળી હતી.
પૂનમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું
પૂનમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. આરતીનો ક્રમ પણ વિશેષ રહ્યો હતો, જેમાં પહેલાં સિદ્ધિવિનાયકની, ત્યારબાદ માતાજીની અને છેલ્લે મહાદેવની આરતી કરવામાં આવી હતી. આરતી બાદ તમામ શ્રદ્ધાળુઓને માતાજીનો પ્રિય મોહનથાળનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો...


