મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ RTOમાં મેમો ભરવા માટે લાંબી લાઇન, પોલીસે ડિટેઇન કરેલા વાહન છોડાવવા આવ્યા લોકો

અમદાવાદ RTOમાં પોલીસે આપેલા મેમો ભરવા માટે લોકોની લાંબી લાઇન જોવા મળી હતી. અમદાવાદ RTOમાં બીજા માળ સુધી મેમો ભરવા મ

અમદાવાદ RTOમાં મેમો ભરવા માટે લાંબી લાઇન, પોલીસે ડિટેઇન કરેલા વાહન છોડાવવા આવ્યા લોકો

અમદાવાદ RTOમાં પોલીસે આપેલા મેમો ભરવા માટે લોકોની લાંબી લાઇન જોવા મળી હતી. અમદાવાદ RTOમાં બીજા માળ સુધી મેમો ભરવા માટે લોકો લાઇનમાં ઉભા હતા. પોલીસે વાહન ડિટેઇન કર્યા બાદ તેને છોડાવવા માટે અરજદારો ઉમટી પડ્યા હતા. RTOમાં લોકોનો ભારે ધસારો થતા 3 ગણો મેઇન પાવર વધારવામાં આવ્યો હતો. અમદાવાદ RTO કચેરીમાં 200થી 250 લોકોને ટોકન આપવામાં આવે છે.

RTOમાં પોલીસે આપેલા મેમાની વસૂલાત માટે કોઇ વ્યવસ્થા નથી

આરટીઓ તંત્રમાં પોલીસે આપેલાં મેમાની વસૂલાત કરવા માટે કોઇ જ વ્યવસ્થા નથી. આરટીઓ તંત્ર માંડ 100 મેમાના દંડની વસૂલાત કરતી આવી છે. બુધવારથી આરટીઓ દરરોજ 200 લોકોનો દંડ વસુલી શકે તેવું આયોજન કરનાર છે. પોલીસ અને આરટીઓ વચ્ચે તાલમેલના અભાવે આરટીઓમાં સવારથી દંડ ભરવા માટે લાઇનો લાગી જાય છે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસને ચઢ્યું શૂરાતન: કોમ્બિંગ નાઈટમાં 'ગુનેગાર' તો ના મળ્યા, 3 હજાર વાહનચાલકોને પકડ્યા

પોલીસ અને RTO વચ્ચે તાલમેલનો અભાવ

બુધવારથી RTO દરરોજ 200 દંડ વસુલી શકે તેવું આયોજન કરનાર છે. પોલીસ અને RTO વચ્ચે તાલમેલના અભાવે RTOમાં સવારથી દંડ ભરવા માટે લાઈનો લાગી જાય છે. તો પોલીસ સ્ટેશનોમાં ડીટેઈન કરેલાં વાહનોના થપ્પા લાગી ગયાં છે. સોમવારે કોમ્બિંગ નાઈટમાં પોલીસે 1685 વાહન ચાલકો પાસેથી 12.82 લાખનો દંડ વસૂલ્યો હતો, તો ડોક્યુમેન્ટ સાથે ન હોવાના બદલ 1800 વાહનો ડિટેઈન કરાયાં હતાં. 

આ સમાચાર શેર કરો