મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરાજીમાં ખરીદી કેન્દ્ર બહાર મગફળીથી ભરેલા વાહનોની લાંબી લાઈનો

રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર બહાર ખેડૂતોના મગફળીથી ભરે

ધોરાજીમાં ખરીદી કેન્દ્ર બહાર મગફળીથી ભરેલા વાહનોની લાંબી લાઈનો

રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર બહાર ખેડૂતોના મગફળીથી ભરેલા વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. મળતા અહેવાલ પ્રમાણે  ટેકાના ભાવે મગફળી વેચવા માટે કુલ 10 હજાર 700 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે દરરોજ માત્ર 150 જેટલા ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવવામાં આવે છે. 

18મી નવેમ્બર સુધીમાં 800 જેટલા ખેડૂતોને વેચાણ માટે મેસેજ

ઉલ્લેખનીય છે કે  18મી નવેમ્બર સુધીમાં 800 જેટલા ખેડૂતોને વેચાણ માટે મેસેજ કરાયા હતા, પરંતુ માત્ર 551 ખેડૂતો જ કેન્દ્ર પર પહોંચી શક્યા છે. વહેલીતકે મગફળી ખરીદવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

આ સમાચાર શેર કરો