Exit Poll: 3 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને ક્લીન સ્વીપ, જાણો અન્ય સરવેમાં કોંગ્રેસ-AAPની હાલત
એકતરફ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન આજે એટલે કે 1લી જૂને પૂર્ણ થઈ ગયું છે. બીજ

એકતરફ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન આજે એટલે કે 1લી જૂને પૂર્ણ થઈ ગયું છે. બીજી તરફ મતદાન સમાપ્ત થતા જ એક્ઝિટ પોલના આંકડા આવવા લાગ્યા છે. જેમાં અમુક એજન્સીના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપની હેટ્રિક નક્કી મનાઈ રહી છે. જ્યારે અન્ય એજન્સીના પોલ પ્રમાણે કોંગ્રેસને એક-બે બેઠક મળી શકે છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂને જાહેર થશે.
ઇન્ડિયા ટીવી-CNX, ન્યૂઝ24-ટુડેઝ ચાણક્યા, ટીવી9 ભારતવર્ષના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપ તમામ 26 સીટ મળશે એવું દર્શાવાયું છે. જ્યારે અન્ય એજન્સીના પોલ પ્રમાણે ભાજપને એક-બે બેઠકનું નુકસાન થઈ શકે છે.
| ગુજરાત એક્ઝિટ પોલ 2024 | |||||
| એજન્સી | ભાજપ | કોંગ્રેસ | આપ | ||
| સી વોટર | 25-26 | 0-1 | 0 | ||
| એક્સિસ | 25-26 | 0-1 | 0 | ||
| મેટ્રિઝ | 24-26 | 0-2 | 0 | ||
| સીએનએક્ષ | 26 | 0 | 0 | ||
| ટીવીનાઈન | 26 | 0 | 0 | ||
| ચાણક્યા | 26 | 0 | 0 | ||
2014-2019માં તમામ બેઠકો ભાજપે કરી હતી કબજે
ગુજરાતમાં સીએનએક્સ, ટીવી9 અને ચાણક્યના અનુમાન પ્રમાણે ભાજપને તમામ 26 બેઠક મળી શકે છે. આ વખતે લોકસભાની ચૂંટણી એકતરફી રહેશે એવો માહોલ અગાઉ જણાતો હતો. જો કે મતદાનની તારીખ નજીક આવતા જ પરશોત્તમ રૂપાલાના નિવેદનના કારણે સર્જાયેલા ક્ષત્રિય આંદોલનથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે. વર્ષ 2014 અને 2019માં ગુજરાતની આ તમામ બેઠકો ભાજપે કબજે કરી લીધી હતી. આ વખતે I.N.D.I.A ગઠબંધન હેઠળ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર એમ બે બેઠક પર ચૂંટણી લડી હતી, જ્યારે બાકીની 24 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
7 મેના રોજ મતદાન 25 બેઠકો પર થયું હતું મતદાન
આ દરમિયાન સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. ત્યાર બાદ ભાજપ સિવાયના અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચી લીધા હતા. આ કારણસર ભાજપના મુકેશ દલાલના બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આમ, ભાજપના ખાતામાં મતદાન પહેલા જ એક બેઠક આવી ગઈ છે. ત્યાર પછી સાતમી મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થયું હતું. કુલ 56.23 ટકા મતદાન નોંધાયું હતું.




