Vadodaraમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોનો વિરોધ, માટલા ફોડી તંત્ર સામે ઠાલવ્યો રોષ
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠામાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ માટલા ફોડી રોષ ઠા

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠામાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ માટલા ફોડી રોષ ઠાલવ્યો હતો. પરશુરામ ભઠ્ઠામાં આવેલી નવીનગરી સોસાયટીના રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે, ત્યારે આ વિસ્તારના રહીશોએ માટલા ફોડી કોર્પોરેશન તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક રહીશોએ આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીમાં વોટ બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે.




