મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં લોન કૌભાંડ: બેંકમાંથી ખોટા ડોક્યુમેન્ટ પર અપાઈ 90 લાખથી વધુની લોન, મેનેજર સહિત 5 સામે ફરિયાદ

રાજકોટમાંથી વધુ એક કૌભાંડની ઘટના ખુલ્લી પડી છે જેમાં શહેરમાં ગાડીના ખોટા ડોક્યુમેન્ટ

રાજકોટમાં લોન કૌભાંડ: બેંકમાંથી ખોટા ડોક્યુમેન્ટ પર અપાઈ 90 લાખથી વધુની લોન, મેનેજર સહિત 5 સામે ફરિયાદ

રાજકોટમાંથી વધુ એક કૌભાંડની ઘટના ખુલ્લી પડી છે જેમાં શહેરમાં ગાડીના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બેંકમાંથી લોન લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે બેંકના મહિલા મેનેજર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ, પાંજરામાં પૂરી શહેરથી દુર છોડવાની કવાયત

રાજકોટ શહેરમાં વિજય કોમર્શિયલ કોઓપરેટીવ બેંક મેનેજર દેવિકાબેન વસા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ખોટા ડોક્યુમેન્ટને આધારે વિજય કોમર્શિયલ બેંક રૂ.93.15 લાખ રૂપિયાની લોન મેળવી આપી હતી. 10 જેટલી કારના ખોટા ડોક્યુમેન્ટ હોવા છતાં લોન આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં શ્રૂજય વોરા, લક્ષ્યાંક વિઠલાણી,  જૈન સેન્ટિફિક પેઢીના ભાગીદાર, મીત પરમાર, દેવિકાબેન વસા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો