Rajkot: Mountain Dew ની બોટલમાંથી નીકળી ગરોળી! Video સોશિયલ મીડિયામાં વાયરલ
રાજકોટમાં એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેણે ફૂડ સેફ્ટી અને પીણ
રાજકોટમાં એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેણે ફૂડ સેફ્ટી અને પીણાંની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી આત્મીય કોલેજ નજીકના એક રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાંની બોટલમાંથી ગરોળી નીકળતા ભારે હંગામો મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલી માઉન્ટેન ડ્યુ (Mountain Dew) ઠંડા પીણાંની બોટલમાં ગરોળી જોવા મળી હતી. બોટલની અંદર ગરોળી સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી, જેનો વીડિયો ત્યાં હાજર લોકોએ ઉતાર્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ગ્રાહકોમાં આ રેસ્ટોરન્ટ અને સંબંધિત પીણાંની કંપની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.






