રાજકોટ: વીજપોલમાં ફસાયેલી પતંગ કાઢવા જતા કરંટથી 11 વર્ષીય કિશોરનું મોત
ઉત્તરાયણ આમ તો આનંદ અને ઉત્સવનો તહેવાર છે સૌ કોઈ તેમના પરિવાર સાથે આ દિવસે ઉલ્લાસની પળો માણતા

ઉત્તરાયણ આમ તો આનંદ અને ઉત્સવનો તહેવાર છે સૌ કોઈ તેમના પરિવાર સાથે આ દિવસે ઉલ્લાસની પળો માણતા હોય છે પરંતુ કેટલીક વાર નાના બાળકો પતંગની ઘેલછામાં અજાણતામાં અકસ્માતનો ભોગ બને છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની હતી જેમાં વીજપોલ પર પતંગ લેવા જતા બાળકનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો : અમરેલીમાં વાડીએ કામ કરતા ખેડૂત પર સિંહનો હુમલો, પીડિત સારવાર અર્થે હોસ્પિટલમાં
રાજકોટ જિલ્લાના શાપરમાં 11 વર્ષીય બાળક તેના ઘરની બાજુના વીજપોલમાં ફસાયેલી પતંગ લેવા જતા વીજપોલ પર ચડ્યો. જ્યાં વીજ લાઈન પર પડતા કિશોર બળીને ભડથુ થઈ ગયો હતો. આ અકસ્માતમાં મૂળ પશ્વિમ બંગાળના અલીપુરનો રહેવાસી પુષ્પવીર શર્મા નામક કિશોરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.




