મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: વસ્ત્રાપુરની ગોયલ ઈન્ટરસિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ, પોલીસે 9 યુવાનોની કરી ધરપકડ

અમદાવાદમાં દારૂ બંધી ફક્ત નામની જ રહી ગઈ હોય તેવા અહેવાલ વાંરવાર આવતા રહેતા હોય છે. અમદાવાદના વસ્ત્રાપુર

અમદાવાદ: વસ્ત્રાપુરની ગોયલ ઈન્ટરસિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ, પોલીસે 9 યુવાનોની કરી ધરપકડ

અમદાવાદમાં દારૂ બંધી ફક્ત નામની જ રહી ગઈ હોય તેવા અહેવાલ વાંરવાર આવતા રહેતા હોય છે. અમદાવાદના વસ્ત્રાપુરમાંથી 9 યુવાનો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે ગોયલ ઈન્ટરસિટીના બ્લોક નંબર સી/3 ચોથામાળના 42 નંબરમાં કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા છે. 

મહેફિલ માણતા આરોપીઓ

અભિષેક સુમેરરાજ લોઢા
આશીલ જીગીશ શાહ
આગમ પંકજ શાહ
મૌલિક કિશોર બંસલ
નિશાંત પ્રકાશ દેસાઈ
પ્રિયમ નિતિન કુમાર પટેલ
કવિત બંજરંગ અગ્રવાલ
રાજ પરાગ વસા
આદિત્ય હરીપ્રકાશ ગોયનકા

9 લોકો દારૂ પીતા ઝડપાયા 

બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસે ગોયલ ઈન્ટરસિટીના ફ્લેટ નંબર 43માં દરોડા પાડ્યા હતા. ઘરના એક રૂમમાં 9 લોકો દારૂ પીતા ઝડપાયા હતા. જેમાંથી કેટલાક શખ્સો તો ચિક્કાર નશામાં હતા. 

દારૂની 5 બોટલો સહિત 12 મોબાઈલ ફોન કર્યા જપ્ત

પોલીસે ઘરમાંથી દારૂની 5 બોટલો સહિત 12 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે. 

આ સમાચાર શેર કરો