સુરેન્દ્રનગર જિલ્લો: લીંબડી અને સુરેન્દ્રનગર DYSPને તપાસમાં મોટી રાહત મળી, જાણો શું છે સમગ્ર મામલો
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સાથે DYSPઓના સાંઠગાંઠ મામલે વધુ તપાસ આગળ વધી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સાથે DYSPઓના સાંઠગાંઠ મામલે વધુ તપાસ આગળ વધી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે ઇન્કવાયરી તપાસમાં બંને અધિકારીઓએ આપેલા નિવેદનો માન્ય રાખવામાં આવ્યા છે, પરંતુ તપાસના અહેવાલમાં કેટલાક અગત્યના ઘટકો સામે આવ્યા છે. તપાસ દરમિયાન, જે ફોન નંબર પર ખનિજ માફિયાઓ DYSPના નામથી વાતચીત કરી રહ્યા હતા, તે નંબર ખોટા હતા.
લીંબડી અને સુરેન્દ્રનગર DYSPને તપાસમાં મોટી રાહત મળી
લીંબડી અને સુરેન્દ્રનગર DYSPને તપાસમાં મોટી રાહત મળી છે. એક ડમ્પર દીઠ 3 હજારનો વહીવટદારો બની અજાણ્યા શખ્સે હપ્તો ઉઘરાવતા હતા. જે ફોન નંબર પર ખનિજ માફિયાઓએ DYSPનામ થી સેવ કરી વાતચીત કરી હતી, તે બન્ને નંબર બંધ હાલતમાં જોવા મળ્યા હતા.




