VIDEO: આગામી ૭ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મધ્ય પાકિસ્તાન અને ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશન તથા ટ્રફની અસરને પગલે વાતાવરણમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે.આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, અમરેલી અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે.




