મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જાણો રાજ્યમાં ક્યારે વરસાદ આવશે? હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

અમદાવાદ સહિત ગુજરાતમાં હાલ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે...તેવા

અમદાવાદ સહિત ગુજરાતમાં હાલ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે...તેવામા રાજ્યમાં આગામી 7 દિવસમાં વરસાદી માહોલ બનવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની અસરને કારણે 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ વધશે.રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વાતાવરણ પલટાશે. અમદાવાદમાં તાપમાન 36 થી 40 ડિગ્રીની વચ્ચે રહેશે, પરંતુ ભેજને કારણે ઉકળાટ અનુભવાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.

આ સમાચાર શેર કરો