મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ચોથા માળેથી લિફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ, 3 કામદારોને પહોંચી ગંભીર ઈજા

સુરતના ભેસ્તાન વિસ્તારમાં લિફ્ટ તૂટી પડી હતી. ભેસ્તાનમાં ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝની લિફ્ટ ત

સુરતમાં ચોથા માળેથી લિફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ, 3 કામદારોને પહોંચી ગંભીર ઈજા

સુરતના ભેસ્તાન વિસ્તારમાં લિફ્ટ તૂટી પડી હતી. ભેસ્તાનમાં ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝની લિફ્ટ તૂટી પડી હતી. ચોથા માળેથી લિફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી. જેથી લિફ્ટમાં સવાર 3 કામદારોને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી ત્રણે કામદારોને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવ્યા હતા. હાલ ત્રણેય કામદાર સારવાર હેઠળ છે.

પગમા ભાગે ઈજા

લિફ્ટ ચોથા માળેથી તૂટીને ફૂલ સ્પીડમાં નીચે પટકાઈ હતી. જેથી ત્રણેય કામદારોના એક એક પગમાં ભારે ગંભીર ઈજા પહોંચી હતી. બે કામદારોના જમણા પગમા મેજર ફ્રેકચર આવ્યા હતા. જ્યારે એક કામદારને ડાબા પગમાં ઈજા પહોંચી હતી. ત્રણ પૈકી એકનો હાથ પણ તૂટી ગયો હતો. જેથી સિવિલ હોસ્પિટલ ખાતે હાલ સારવાર શરૂ કરવામાં આવી છે.

ન્યાયની માગ

ઈજાગ્રસ્તના પરિવારજનોએ કહ્યુ કે, તેઓ લિફ્ટમાં ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોથા માળે પહોંચ્યા જ હશે કે લિફ્ટના દોરડા તૂટ્યા હોય તે રીતે લિફ્ટ નીચે પટકાઈ હતી. જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્રણેય પર જ ઘર ચાલતા હતા. જો કે હવે તેમને ઈજાઓ થતા રોજી રોટી છીનવાઈ ગઈ હોવાથી અમે માત્ર ન્યાયની માગ કરી રહ્યા છીએ.

આ સમાચાર શેર કરો