Bhavnagar: બોરડીગેટ વિસ્તારની બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી, 6થી વધુ લોકોને ઇજાગ્રસ્ત
Lift collapses in building in Bordigate area of Bhavnagar, 6 people injured | ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં આવેલ એક બિલ્ડિંગમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હ

ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં આવેલ એક બિલ્ડિંગમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં લિફ્ટ તૂટી પડતા છ કરતાં વધુ લોકોને ઇજા પહોંચી છે. મળતી માહિતી મુજબ, બોરડીગેટ વિસ્તારમાં આવેલી મન્નત હાઈટ્સ નામની બિલ્ડિંગમાં આ બનાવ બન્યો હતો. બિલ્ડિંગના છઠ્ઠા માળેથી લિફ્ટ અચાનક તૂટી પડતાં તેમાં સવાર છ કરતાં વધુ લોકોને ઇજાઓ થઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ટીમે યુદ્ધના ધોરણે ઇજાગ્રસ્તોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લિફ્ટમાં સવાર લોકોને ઇજા પહોંચી છે. લિફ્ટ તૂટવાના ચોક્કસ કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે





