Video: bhavnagarના જેસરમાં શેત્રુંજીના પ્રવાહમાં કાર તણાઈ, દિલધડક રેસ્ક્યુ, ૩ લોકોનો આબાદ બચાવ
ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે
ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેસરના રાણીગામ નજીક રાત્રિના સમયે શેત્રુંજી નદીના ધસમસતા પ્રવાહમાં એક ઇનોવા કાર તણાઈ હતી. નદીમાં પાણીનું સ્તર ઊંચું હોવાને કારણે નદી બે કાંઠે વહેતી હતી, તેવામાં કાર પ્રવાહમાં તણાતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ.
કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા, જેઓ પાણીના તેજ પ્રવાહ વચ્ચે કાર સાથે ફસાઈ ગયા હતા. જોકે, સદનસીબે સ્થાનિક લોકોની તત્પરતા અને સમયસૂચકતાને કારણે ત્રણેય વ્યક્તિનો જીવ બચી ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક જોખમ ખેડીને દોરડાં વડે પાણીમાં ફસાયેલા લોકો સુધી પહોંચીને તેમને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.



