લેટર કાંડ મામલો: લોધિકા સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપો ફગાવ્યા, પત્રોમાં લગાવાયેલા તમામ આરોપો ખોટા
રાજકોટ જિલ્લા બીજેપીના પ્રભારી ધવલ દવે વિરુદ્ધ લેટરકાંડ મામલે રાજકોટ લોધ

રાજકોટ જિલ્લા બીજેપીના પ્રભારી ધવલ દવે વિરુદ્ધ લેટરકાંડ મામલે રાજકોટ લોધિકા સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું, કે રાજકોટ લોધિકા સંઘના પ્રમુખ તરીકે મારી નિમણુંક 2 મે 2023ના રોજ થઈ હતી.ધવલ દવેની પ્રભારી તરીકે 16 મે 2023ના રોજ થઈ હતી. રાજકોટ લોધિકા સંઘના પ્રમુખ તરીકે નિમણુંક પત્રમાં સ્પષ્ટ તારીખો છે.
નરેન્દ્રસિંહ જાડેજાએ તમામ પત્રમાં થયેલા આક્ષેપોને ફગાવ્યા
નરેન્દ્રસિંહ જાડેજાએ તમામ પત્રમાં થયેલા આક્ષેપોને ફગાવ્યા હતા. ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્ર BJP માં વધુ એક લેટર બોમ્બ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથેના સંબંધોનો આક્ષેપ
આ લેટર રાજકોટ જિલ્લા BJP પ્રભારી અને સંગઠન પર્વના પ્રદેશના ચૂંટણી સહ ઈન્ચાર્જ ધવલ દવે વિરુદ્ધ જૂના કાર્યકરોએ લખ્યો છે. જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથેના સંબંધોનો આક્ષેપ કરવામાં આવ્યો છે.






