મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: નામાંકીત SNKની ધોરણ-6ની વિદ્યાર્થિનીનો ગંભીર આરોપ, સિનિયર્સે સ્કૂલ બસમાં કરી છેડતી અને રેગીંગ

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી SNK સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. ધોરણ 6માં અભ્યાસ કરતી એક વિદ્યાર્

રાજકોટ: નામાંકીત SNKની ધોરણ-6ની વિદ્યાર્થિનીનો ગંભીર આરોપ, સિનિયર્સે સ્કૂલ બસમાં કરી છેડતી અને રેગીંગ

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી SNK સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. ધોરણ 6માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ધો. 11માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કર્યાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, ત્યારે આ મામલે ABVPના કાર્યકરો અને હોદ્દેદારો સ્કૂલ પ્રિન્સિપાલને રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ ABVPના કાર્યકરોને સંસ્થાના દરવાજા પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. જે બાદ કાર્યકરો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસ દ્વારા 14 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. જોકે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

વિદ્યાર્થીનીએ સ્કૂલમાં રજૂઆત કરતી હતી પણ કોઈ પગલાં લીધા નથી

રાજકોટની SNK સ્કૂલમાં વિદ્યાર્થીનીના આરોપનો મામલે ABVPના કાર્યકરો શાળાના આચાર્યને રજૂઆત કરવા પહોચ્યા હતા. આ અંગે ABVPના મહાનગર મંત્રી ભાર્ગવ ચૌહાણે કહ્યુ કે સ્કૂલની બસ બદલી દેવામાં આવે તે કોઈ પગલાં લેવાયા ન કહેવાય. સુરતની જેમ રાજકોટની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હોત તો કોણ જવાબદારી લેત?.છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થીનીએ સ્કૂલમાં રજૂઆત કરતી હતી પણ કોઈ પગલાં લીધા નહોતા.

આ પણ વાંચો: કચ્છ: મુન્દ્રામાં ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પુત્રી જીવતા ભડથું અને મહિલા ઈજાગ્રસ્ત


રાજકોટ સ્કૂલ વિવાદ મામલામાં NSUIના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ધોરણ-6ની વિદ્યાર્થીની સાથે સીનયર વિદ્યાર્થીઓએ રેગીંગ અને છેડતી કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી,

કોઈ પગલાં ન લેવાય હોવાના આરોપ લગાવવામાં આવ્યા

રાજકોટના નામાંકિત ઉદ્યોગપતિઓ સંતાનો હોવાથી સ્કૂલ દ્વારા કોઈ પગલાં ન લેવાય હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ આ મામલે SNK સ્કૂલમાં NSUI હલ્લાબોલ કરશે અને શાળાનો ઘેરાવ કરવામાં આવશે. NSUIએ ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે 
RTIમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બાળકો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો