ગીર સોમનાથમાં દીપડાનો 10 વર્ષના બાળક પર હુમલો, એક જ દિવસમાં ત્રણ હુમલાની ઘટના
ગીરસોમનાથ જીલ્લામાં વધુ એક વખત દીપડાએ માનવ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના સોલાજ ગામે 10

ગીરસોમનાથ જીલ્લામાં વધુ એક વખત દીપડાએ માનવ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના સોલાજ ગામે 10 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. મહારાષ્ટ્રના મજૂર વર્ગના લોકો ગુજરાતમાં મજુરી કામે આવ્યા હતા એવામાં તેમના દીકરા પર હુમલાની ઘટના બની છે. ઘાયલ બાળકને કોડીનારની રાનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જીલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યા પર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે.
ગીર સોમનાથના અન્ય વિસ્તારમાં પણ દીપડાએ વૃદ્ધાનો જીવ લીધો
ગીર ગઢડાનાં ફરેડા ગામે વાડી વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. વૃદ્ધ મહિલા પર દીપડો ત્રાટકતા મહિલાનું મોત નિપજ્યું છે. રાત્રીના સમયે મહિલા દિવાળીબેન માવજીભાઈ જોગિયા પોતાની વાડી પર ના મકાને સુતા હતા એ દરમિયાન દીપડાએ હુમલો કરતા મહિલાનું મોત નિપજ્યું છે.
આ પણ વાંચો : ગીર સોમનાથ: ફરેડા ગામે વાડીમાં સુઈ રહેલા વૃદ્ધા પર દીપડાનો હુમલો, માથું ફાડી ખાતા મોત
ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં સિંધિયાપુરા ગામે બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો. રાતના સમય દરમિયાન એક વૃદ્ધા ભેંસને ઘાસચારો નાખવા વાડામાં ગયા ત્યારે દીપડો અચાનક જ ધસી આવ્યો અને દાદી તથા પૌત્ર ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.






